ચાલો જાણીએ શા માટે 15મી ઓગસ્ટનાં દિવસે ભારતને આઝાદી આપવામાં આવી…

259

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાથમાં લાકડી લઈને અહિંસાના માર્ગે ચાલનારએ વ્યક્તિ જ્યારે આપણાં દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આજે જ્યારે આપણે ઇતિહાસ પર નજર કરીશું તો એ પળને મહેસુસ કરીએ ત્યારે તેનો અહેસાસ કરીએ તો વિચાર આવે કે જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કઈ રીતે ક્રાંતિકારોએ દેશને આઝાદ કરાવ્યું હશે?

અનેક લડતો લડી પણ ક્યારેય બાપુ અંગેજો સામેં ગુલામીનો સ્વીકાર ન કર્યો આખરે એ દિવસ આવ્યો જ્યારે ભારતની ધરતી પર રાષ્ટ્રધ્વજ લહેરાયો! એ દિવસ હતો 15મી ઓગસ્ટ, 1947 જ્યારે ભારતે આઝાદીની પહેલી સૂરજની કિરણો જોઈ હતી…

1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર  તરીકે ભારતનો ઉદય થયો હતો.

પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે શા માટે 15મી ઓગસ્ટનાં દિવસે ભારતને આઝાદ કરવામાં આગ્યું ?

જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા વાઈસરોય  લોર્ડ માઉન્ટબેટ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં માઉન્ટબેટને 15મી ઓગસ્ટ પસંદ કરવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. જ્યારે હિંદને આઝાદ કરવાનો નિર્ણય  લેવાઈ ચૂક્યો હતો એ સમયે ભારતના નેતાઓ સાથેની એક બેઠક બાદ માઉન્ટબેટન પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ  કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાને 15મી ઓગસ્ટના  રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી દીધી  હતી. અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!