રાજકોટ બન્યું ભારતનું છઠ્ઠા નંબરનું સૌથી સ્વચ્છ શહેર! સ્વચ્છતા સર્વેમાં ભારતનાં ટોપ 10 શહેરોમા રાજકોટ છઠ્ઠા ક્રમે.

159

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત છે, ત્યારે હાલમાં જે આજે ભારતના સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું છે,ત્યારે ગુજરાતનાં ચાર મહાનગરોનો ટોપ 10માં સમાવેશ કરવામાં આવેલ છે. ચાલો ત્યારે આપણે જાણીએ કે સૌરાષ્ટ્રનું રંગીલું રાજકોટ શહેર ક્યાં સ્થાનમાં છે.

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા હતા જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ પાંચમાં અનેબ રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10 ક્રમે રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં રાજકોટનો નંબર ત્રીજો છે.સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે.ગત વર્ષે રાજકોટનો ક્રમ નવમો હતો.જેમાં ત્રણ ક્રમનો કુદકો મરી રાજકોટ છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે હવે નંબર 1 બનવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજકોટ મ્યુનિસિપાલ દ્વારા સ્વચ્છતા બાબતે લઈને અનેક પ્રકારની બાબતોનું ધ્યાન રાખવમાં આવી રહ્યું છે.રાજકોટને 6000 માર્કસમાંથી 5157. માર્ક્સ મળ્યા છે.આ ઉપરાંત રાજકોટ શહેરે સ્વચ્છતાની બાબતમાં પોતાનું સારું પરફોર્મન્સ સતત જાળવી રાખેલ હોઈ ભારત સરકાર દ્વારા રાજકોટને બેસ્ટ સેલ્ફ સસ્ટેઈનેબલ બીગ સિટી એવોર્ડ પણ આપવામાં આવેલ છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!