ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજી દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ હોવા છતાં તેમની આ એક ઈચ્છા અધૂરી જ રહી ગઈ…

179

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કાલના દિવસે જ્યારે પ્રણવ મુખરજીના નિધનના સમાચાર મળ્યાં ત્યારે ભારત દેશ શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું.
તેઓ એક અત્યંત પ્રભાવશાળી રાજનાયક હતાં દેશના વિકાસમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.આધુનિક ભારતમાં એવા ઓછા નેતા હશે જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના કદને આંબી શક્યા હોય.પાંચ દાયકાથી લાંબી પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રણવ મુખરજીએ લગભગ બધું જ મેળવી લીધું હતું પરંતુ તેમની એક ઈચ્છા અધૂરી રહી જ ગઈ.

પ્રણવ મુખર્જી સ્વતંત્રતા સેનાની કામદા કિંકર મુખર્જી અને રાજલક્ષ્મીના પુત્ર હતાં. પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં નાનકડા ગામ મિરાતીમાં 11 ડિસેમ્બર, 1935નારો તેમનો જન્મ થયો હતો.1963માં પ્રણવ મુખર્જીના કેરિયરની શરૂઆત કલકત્તામાં ડેપ્યુટી એકાઉન્ટ-જનરલ (પોસ્ટ ઓફ ટેલીગ્રાફ)ના કાર્યાલયામં એક અપર ડિવીઝન ક્લાર્કના રૂપમાં થઇ. ત્યારબાદ તેમણે પોતાની જ કોલેજ વિદ્યાનગર કોલેજમાં પોલિટિક્સ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા. રાજકારણમાં પ્રવેશ કરનાર પહેલા દેશર ડાક (માતૃભૂમિ કી પુકાર)મેગેજીનમાં એક પત્રકાર તરીકે પણ કામ કર્યું.

પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને જાય છે. વર્ષ 1973-74માં ઇન્દીરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ ઉપમંત્રી તથા રાજ્યકક્ષાના નાણામંત્રી બનાવ્યા. 1982માં તે ઇન્દીરા ગાંધીના મંત્રીમંડળમાં ભારતના નાણામંત્રી બન્ય અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં સદનના નેતા રહ્યા.1991 થી 1996 સુધી પ્રણવ મુખર્જી યોજના આયોગના ઉપાધ્યક્ષ, 1993 થી 1995 સુધી વાણિજ્ય મંત્રી, 1995 થી 1996 સુધી વિદેશમંત્રી, 2004 થી 2006 સુધી રક્ષા મંત્રી તથા 2006 થી 2009 સુધે વિદેશ મંત્રી રહ્યા. તે 2009થી 2012 સુધી નાણામંત્રી રહ્યા. 2012માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડ્યા અને તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ બન્યાં.

પ્રણવ મુખરજી બાયૉડેટમાં માત્ર એક વાતની કમી રહી ગઈ, વડા પ્રધાનપદની. જેના તેઓ 1984માં અને 2004માં દાવેદાર મનાતા હતા. ઇંદિરા ગાંધીની દેખરેખ હેઠળ આગળ વધનારા આ નેતા કદાચ ખુદને આ પદના હકદાર પણ ગણતા હતા.કૉંગ્રેસમાં તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખરજી સાથે વર્ષ 2015માં થયેલી એક વાતચીત દરમિયાન એ વાત સ્પષ્ટ રીતે સામે આવી કે તેમના પિતાને વડા પ્રધાન ન બની શકવાનો અફસોસ હતો. પક્ષના વરિષ્ઠ નેતા હોવાના લીધે તેઓ આ વાત ક્યારેય જાહેર ન કરી શક્યા. વર્ષ 2012માં તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા અને એ બાદ તેઓ આ મુદ્દે વાત કરવાનું યોગ્ય નહોતા સમજતા.

પ્રણવ મુખર્જીને એક એવી વ્યક્તિના રૂપમાં યાદ કરવામાં આવશે કે તેઓ કૂટનીતિ, અર્થનીતિ, રાજનીતિ અને સંસદીય પરંપરાઓની ઉંડી જાણકારી રાખનાર રાજનેતા હતા. રાષ્ટ્રાપ્તિના રૂપમાં પણ તેમણે ઘણા એવા કામ કર્યા જે ઉદારણ બન્યા. ભારતીય રાજકારણમાં તેમની ખોટ સદાય વર્તાશે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!