ગુજરાતી નાટક પરથી હોલીવૂડ, બોલીવૂડ, ટોલીવૂડમાં બનેલી આ ફિલ્મે 100 કરોડની ક્લબમાં સામેલ થયેલ છે, જાણો ક્યાં ગુજરાતી નાટક પરથી બની ફિલ્મ…

389

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

4 ઓક્ટોબર 2012 આ દિવસ કોઈને યાદ છ, શું થયું હતું આજના દિવસે ? ભૂલવાની બહુ આદત છે આપણાં લોકોની , કારણ ખ્યાલ નહીં પરંતુ આ સત્ય હકીકત છે. ચાલો હું તમને જણાવું કે આજ ના દિવસે શું થયું હતું. કાનજીભાઈને ઓળખો છો ? ખ્યાલ આવ્યો કે નહીં કે આજના દિવસે શું થયું હતું ! ચાલો નહીં યાદ આવે કે આજના દીવસે કાનજીભાઈએ જગતના નાથને કોર્ટના પગથિયાં દેખાડ્યા હતા. 4 ઓક્ટોબરના દિવસે અક્ષય અને પરેશ રાવલની બોલીવૂડની સૌથી સુપર હિટ ફિલ્મ ઓએમજી ‘ ઓહ માય ગોડ “ રીલીઝ થયું હતું તેના આજે 7 વર્ષ પૂરા થયા છે.

આ ફિલ્મમાં અક્ષય કુમારે ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને પરેશ રાવલ કાનજીભાઈના પાત્રમાં જોવા મળ્યા હતા જે એક ગુજરાતી વેપારી હતા. આ ફિલ્મની શરૂઆત જન્માષ્ટ્મિ મટકી ફોળથી થાય છે, અને ત્યાર કાનજીભાઈ ભગવાન શ્રી ક્રુષ્ણની મટકી ફોળમાં વિઘ્નરૂપ બને છે,ત્યાર બાદ અચાનક ભૂકંપ આવે છે, જેમાં કાનજીભાઈની દુકાન પડી જાય છે.

આ સમ્સ્યા પછી તે વીમા કંપની પાસે જાય છે, ત્યારે વિમાં કંપની એક્ટ ઓફ ગોડનું નામ આપીને તેના પૈસા ના આપવાનું કહે છે, ત્યાર પછી કાનજીભાઈ ભગવાન સામે કેશ ફાઇલ કરે છે, ત્યારે ભગવાન પોતે અવતાર ધરીને આવે છે, તો તમે આજે એકવાર આ ફિલ્મ જોઈલો ખ્યાલ આવી જશે કે કાનજીભાઈને ઈન્સ્યોર્ન્સ પૈસા કોણ આપે છે ભગવાન કે પછી વીમા કંપની.. ?

આ ફિલ્મનો કોન્સ્પ્ટ ગુજરાતી રંગભૂમી પર ભજવાતું નાટક “ કાનજી વિરુદ્ધ કાનજી “ પરથી બનવામાં આવ્યું અને ત્યાર પછી આ નાટક પરથી પહેલા હોલીવૂડએ ફિલ્મ બનાવી The Man Who Sued God. અને ત્યાર પછી બોલીવૂડમાં omg ફિલ્મ બની અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 2015માં ગોપાલા ગોપાલા ફિલ્મ બનાવી. પરેશ રાવલ અને અક્ષય કુમારની આ મૂવી લોકોને તેમની આસ્થા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો સંદેશો આપતી આ ફિલ્મછે જેમાં તમારી ભગવાન પ્રત્યેની ખોટી અંધશ્ર્ધાને દૂર કરો અને વિશ્વાસ રાખો પરંતુ અંધશ્ર્ધા નામેથી નહીં.

આજ ફિલ્મ પછી બોલીવૂડની પીકે ફિલ્મ દ્વારા પણ લોકોને આ સંદેશ આપવામાં આવ્યો, પરેશ રાવલની ધર્મ સંકટ મૈ ફિલ્મમાં પણ પરેશ રાવલ આ સંદેશ આપ્યો છે, આજે જ્યારે અક્ષયકુમારની આ ફિલ્મ રીલીઝ ના 7 વર્ષ પૂરા થયા છે, ત્યારે એકવાર આજે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ..

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!