અભિનંદન ભારત! કલમ 370 પર લેવાયો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખ બંને કેન્દ્રશાસિત રાજ્ય બન્યા!

340

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મોદી  સરકારે  આજે  70 વર્ષથી જે કલમે કાશ્મીરને  બંધનમાં રાખ્યું  હતું એ બંધન આજે અમિત શાહએ મુક્ત કરી નાખ્યું છે. રાજ્યસભામાં આજે  સવારમાં જ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો નિર્યણ જાહેર કર્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો  હતો આથી ભારતના  ભવિષ્ય માટેના આ નિર્ણાયક ફેંસલા અંતર્ગત હવે જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી આ કલમ રદ કરવી જરૂરી હતી આથી અમીત શાહએ  વિવાદો વચ્ચે પણ તેમને આ  ઐતીહાસાસિક નિર્યણ લીધું અને ખરેખર આજે ભારતને સાચી આઝાદી મળી.   હવે જમ્મુ કશ્મીરના બે ટુકડા કરવામાં આવશે. એક હશે જમ્મુ-કાશ્મીર અને બીજો હશે લદ્દાખ એટલું જ નહીં આ બંને રાજ્યો પર પર કેન્દ્ર સરકારનું સીધું નિયંત્રણ રહેશે.  આમ હવે જમ્મુ કશ્મીર અને લદાખ હવે બંને કેન્દ્ર શાષિતપ્રદેશ જાહેર કરવામાં આવ્યા  છે.

જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરવાથી હવે તે બંને અલગ અલગ રાજ્ય તરીકે ઓળખાશે  હવેથી પહેલો  ભાગ જમ્મુ-કાશ્મીરનો રહેશે અને બીજો ભાગ લદ્દાખનો રહેશે. આમ આ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.  આ સિવાય  બંનેના પોતાના અલગ  વહીવટ તંત્ર પણ હશે અને તેમને દરેક બંધારણની કલમો હક મળશે કલમ 370 અને બ 35-એ હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાનો આજે અંત આવી ગયો છે. ભારતને જ્યાંરથી આઝાદી મળી  હતી ત્યારથી આ કલમ લાદવામાં આવી હતી અને આજે એ કલમનો અંત મોદી સરકારે કર્યો છે. 

આજે જે કારી મોદી સરકારે કર્યું છે એ હમેશા યાદ રહેશે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદ 35-એ અને કલમ 370ની નાબૂદ થવાથી હવે તમાંમ સાતાઓ  કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. હવે આજથી કાશ્મીર 370ની કલમથી મુક્તિ મળી ગઈ છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ના અલગ થવાથી હવે  રાજકીય  ગતિવિધિઓ મર્યાદીત થઇ જશે. આ સિવાય હવે કાશ્મીરમાં  સ્થાનિકઑનું  વર્ચસ્વ પણ મર્યાદિત થઈ જશે અને હવે તમામ  વ્યવસ્થા હવે કેન્દ્ર સરકારના   હસ્તક  જતી રહેશે.  આજે ખરેખર ભારત માટે ખુશીઑનો દીવસ છે. ભારત આજે હવે સંપુણરીતે આજે આઝાદ થયું.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!