શું તમે જાણ છો? શ્રી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે રાજકોટ શહેર આપ્યાં હતા આશીર્વાદ!

227

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે, ત્યારે તેમનાં જીવનની સૌથી મહત્વની ઘટના જે ઘટી તેમાં રાજકોટ શહેરનું અનેરું યોગદાન રહેલું છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ નરેન્દ્ર મોદીજીનો રહ્યોં છે.

શું તમે જાણો છો મોદીજી પહેલી ચુંટણી રાજકોટ શહેરમાંથી લડ્યા હતા.

1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી અને 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 20001ના દિવસે મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવેલ પરંતુ તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડેલા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.

ડિસેમ્બર 2000 ની સામાન્ય ચૂંટણીઓમાં, દેખીતી રીતે જ ભવ્ય વિજય મળ્યો અને મોદી સરકાર 182બેઠકોના ગૃહમાં128 બેઠકોની જંગી બહુમતી સાથે ફરીથી ચૂંટાઈ હતી.  22 ડિસેમ્બર 2002ના રોજ, જ્યારે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત સોગંદ લીધા, ત્યારે તે સમારોહનું એક ખુલ્લા સ્ટૅડિયમમાં આયોજન કરવું પડ્યું હતું કારણકે વિશાળ સંખ્યામાં લોકો પોતાના તે નેતાને જોવા અને સાંભળવા માગતા હતા, જેમને તેઓએ આટલા ઉત્સાહપૂર્વક વિજયી બનાવ્યા હતા અને ત્યાર પછી ગુજરાતમાં મોદીજીનું રાજ રહ્યું છે.

વર્ષ 2007માં બીજી વખત અને વર્ષ  2012માં ગુજરાતમાં મોદીના નેતુત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા અને સપ્ટેમ્બર 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરિકે ઘોષિત કર્યા અને ભાજપે લોકસભામાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા ત્યાર પછી આજ સુધી તેમનો વડાપ્રધાન તરીકેનો આ બીજોકાર્યકાળ ચાલુ છે અને ખાસ વાત એ છે કે, તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!