ભાઈબહેનનાં પ્રેમનું પ્રતિક રક્ષાબંધન સાથે જોડાયેલ પૌરાણિક કથા વિશે જાણીએ…

200

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ વરસના છ મહિના કેમ અને કઈ રીતે વીતી ગયાં ખબર ન પડી પરંતુ આ વરસને આવનાર પેઢી પણ નહીં ભૂલી શકે. કોરોનાની મહામારી વચ્ચે હવે આપણે જીવન જીવવાનું ટેવાઈ ગયાં છે, ત્યારે હવે જ્યારે આપણાં તહેવારોનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે પહેલાં જેવો માહોલ તો નહિં જોવા મળે પરંતુ આપણા ઉત્સાહ અને ઉંમગ કોઈ ઉણપ ન આવી જોઈએ.

પવિત્ર શ્રાવણ માસ તહેવારોની વણઝાર લઈને આવે છે! હિન્દૂ કેલેન્ડર મુજબ શ્રાવણ માસની પૂર્ણિમાં ના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. દરેક તહેવારોની સાથે તેની પૌરાણિક કથા જોડાયેલી હોઈ છે. આમ પણ ભારત દેશ એ ઉત્સવો અને તહેવારોના લીધે ખૂબ જ પ્રખ્યાત છે. આપણાં જીવનમાં તહેવારોનું અનેરું મહત્વ હોઇ છે કારણ કે તહેવાર તેની સાથે ખુશીઓ લાવે છે. હર્ષ અને ઉલ્લાસભેર આપણે પરિવારની સાથે તહેવારોની ઉજવણી કરીએ છીએ પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના લીધે દરેક તહેવારો ક્યારે આવીને જતાં રહેશે ખબર નહીં પડે…

રક્ષાબંધન દર વર્ષે આવે અને આપણે સૌ કોઈ જાણીએ જ છે કે, તેનું મહત્વ ખૂબ જ અનેરું છે. દરેક સંબંધોમાં આ એક એવો સંબંધ છે જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ કે સ્વાર્થ વિના સ્નેહની આપ લે થાય છે. ભાઈ બહેન એ એક સિક્કાની બે બાજુ છે. બહેન વિના ભાઈ એકલો અને ભાઈ વિના બહેન એકલી…

માત પિતા પછી સૌથી મહત્વનો જો કોઈ સંબંધ હોઈ તો તે ભાઈબહેનનો છે કારણ કે, જો બીજાં કોઈ સંબંધ નહીં હોઇ તો ચાલશે પરતું બહેન અને ભાઈ વિના બંને અધૂરાં છે. આ તહેવારની ઉજવણી ભાઈબહેનના પવિત્ર પ્રેમભાવનાની સાથે પૌરાણિક કથા પણ જોડાયેલી છે.

 આ વાત છે તે સમયની જ્યારે બલીરાજાને ત્યાં ભગવાન શ્રી નારાયણ વામન અવતાર ધારણ કરીને બલી પાસેથી ભિક્ષામાં ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી. બાલી અજાણ હતો કે શ્રી નારાયણ તેની કસોટી લઈ રહ્યાં છે. ભગવાને બે જ ડગલાંમાં ધરી અને આકાશને માપી લીધું ત્યારે ત્રીજું ડગલું ક્યાં મુકું તે પૂછ્યું ત્યારે બાલીએ પોતાનું શીશ નમાવ્યું.

વિષ્ણુ ભગવાન બાલીની ભક્તિથી ખુશ થયાં અને વરદાન માંગવાનું કહ્યું ત્યારે બાલીએ વિષ્ણુ ભગવાને પાતાળમાં નિવાસ કરવાનું વરદાન માગ્યું. માતા લક્ષ્મીજીને વૈકુંઠધામ સુનું સુનું લાગી રહ્યું હતું આથી તેમણે બાલીને ભાઈ બનાવીને તેમના કાંડે રાખડી બાંધી અને ભેટમા પોતાનાં પતિને ફરીથી વૈકુંઠધામ લઈજવાનું વરદાન માગ્યું. આવી જ અનેક પૌરાણિક કથાઓ રક્ષાબંધન સાથે જોડાયેલી છે પરંતુ આજનાં સમયમાં આપણે પૌરાણિક મહત્વને ભૂલી ગયાં છે. સમય અને પરિસ્થિતિની સાથે રક્ષાબંધનને આધુનિકતાનું રૂપ ધારણ કરી લીધું છે.આ વરસે તો બહેન ભાઈને રાખડી બાંધવા જઇ નથી શકવાની તેથી પોસ્ટ કરીને રાખડી મોકલાવી દીધી જ હશે અને રક્ષાબંધનના દિવસે વીડિયો કોલ દ્વારા જ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવાની રહેશે….

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!