પિતૃઓની સંતૃપ્તિ માટે શ્રાદ્ધનાં દિવસોમાં શા માટે કાગને વાસ નાખવામાં આવે છે?

169

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે શ્રાદ્ધપક્ષ સાથે જોડાયેલી આ ખાસ વાત વિશે જાણીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આપણી હિન્દૂ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો અનેરો મહિમા છે.

 માન્યતા અનુસાર મુત્યુ બાદ આ દેહ તો પંચભૂતોમાં વિલીન થઈ જાય છે,પરંતુ આત્મા અમર છે અને જીવની ઇચ્છાઓ નષ્ટ થતી નથી. જે જીવ અતૃપ્ત કામનાઓ પાછળ અટકી જાય તેમની સદગતિ થતી નથી. હિન્દુ માન્યતા અનુસાર મૃત્યુ બાદ જીવ સૌપ્રથમ પ્રેતયોનિમાં જાય છે અને મરણ બાદ કરાતી બારમા તેરમાની વિધિ પછી તે પિતૃલોકમા જાય છે. આપણા પુર્વજો વિવિધ યોનિમા જન્મ લે છે. દરેકને અન્નની આવશ્યકતા હોય છે. ભોજન માત્ર પૃથ્વીલોકમાંજ મળે છે. તેથી પિતૃપક્ષ આરંભ થતા પિતૃઓ સંતૃપ્તિ માટે પોતાના પરિવારજનોના ઘરે આવે છે. તેથી મૃત સંબંધિઓની તિથિ કે સર્વ પિતૃમાસે શ્રાદ્ધ કરવું અને કાગવાસ ધરવો ખુબ મહત્ત્વપુર્ણ છે.

શા માટે કાગને વાસ નાખવામાં આવે છે ?

પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડાં સમય માટે યમલોક પણ રહે છે. પિતૃપક્ષમાં યમ બલિ અને શ્વાન બલિ આપવાનનું વિધાન છે. યમબલિ કાગડાને અને શ્વાન બલિ કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે. કાગડાને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે તેમજ કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે અને તેના બચ્ચાંઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી જાય છે અને કાગડાઓની નવી જનરેશન ઉછરી જાય છે. કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ મદદ કરે છે. આ બંને વૃક્ષોના ટેટા કાગડો ખાય અને તેના પેટમાં પ્રોસેસ વડે તે તેને બહાર કાઠે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે.માત્ર કાગડાને જ નહિ પરંતુ કૂતરા અને ગાયને પણ શ્રાદ્ધમાં ભોજન કરાવવામાં આવે છે.

પિતૃઓને ખીર શા માટે અપર્ણ કરવામાં આવે છે ?

ખીર ધરાવવી અત્યંત મહત્ત્વની છે કેમકે પિતૃઓ આ સમયે વાયુસ્વરુપે ફરતા હોય છે. ઉકળતા દુધમાં ચોખા ભળતા એક સોડમ ઉત્પન્ન થાય છે જેનાથી પ્રસન્ન થઇને વાયુતત્વ આકર્ષાય છે અને આ સુગંધથી પિતૃઓને તૃપ્તિ મળે છે.

આજના સમયમાં શહેરોમાં તો ન નડિયા રહ્યાં છે કે, ન કાગડાઓ…

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!