બોલીવૂડની આ પાંચ ફિલ્મો જેણે એક નવી ઓળખ ઉભી કરી, સંજય લિલા ભણશાલીની કિસ્મત બદલનાર આ ફિલ્મો એકવાર તો જોવી જોઈએ…

388

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સંજય  લીલા ભણશાલી એ બોલીવૂડને ઘણી બધી ફિલ્મો આપી છે, જેમાંથી કેટલીક ફિલ્મો એવી છે કે લોકોને એ ફિલ્મી કહાની આજે પણ યાદ છે. આજે આપણે એ ફિલ્મની વાત કરવાની છે. સંજય લીલા  ભણશાલીની એ ફિલ્મ જેણે બોલીવૂડની ફિલ્મોની પરિભાષા બદલી નાખી. અમિતાબ અને રાની મુખર્જીને ચમકાવતી ફિલ્મ બ્લેક હોય કે પછી સોનમ અને રણબીરની પહેલી કમબેક ફિલ્મ સાવરીયા હોય. આ બધી ફિલ્મો સંજયની યાદગાર ફિલ્મો છે જેમાં હમ દિલ ડે ચૂકે સનમ, ગુજારીશ, દેવદાસ જેવી અનેક ફિલ્મો સંજયએ બોલીવૂડને આપી છે. ચાલો ત્યારે એક નજર કરીએ આ ખાસ પાંચ ફિલ્મો પર જેણે સંજય ભણશાલીની એક નવી ઓળખ ઉભી કરી છે.

દેવદાસ :  90  દશકમાં આવેલી રાજેસ ખન્નાની ફિલ્મ દેવદાસની રિમેક બનાવીને સંજય લીલા ભણશાલી એક નવી ઓળખ ઉભી કરી હતી. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિતની આ ફિલ્મ આજે પણ જોવી ગમશે. આ ફિલ્મમાં કિરણ ખેરનું કિરદાર પણ લોકોએ ખૂબ જ વખાણ્યું હતું. આ ફિલ્મની કહાની દેવદાસ અને પાર્વતી  ચ્ંદ્ર્મુખીના પ્રયણની પ્રેમ કહાની હતી. આ ફિલ્મ એકવાર જોવું જોઈએ…

હમ દિલ દે ચૂકે સનમ / ગુજરીશ  : આ બંને ફિલ્મો પણ સંજય લીલાની મહત્વની ફિલ્મ છે. ખાસ વાત એ છે કે સંજયએ જે પણ ફિલ્મો બનાવી છે તેમાં મુખ્યે ત્રણ કિરદારોને લક્ષ્યમાં રાખીને ફિલ્મ બનાવી છે. હમ દિલ દે   ચૂકે સનમ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા , અજયદેવગન જોવા મળશે. આ સિવાય ગુજારીશ ફિલ્મ એક જાદુગરના જીવનની  કહાની બતાવામાં આવી છે. આ ફિલ્મ પણ એક વાર જોવા જેવી છે. રિતિક અને ઐશ્વર્યાની આ રોમાંટિક ડ્રામા ફિલ્મ છે.

રામ લીલા : આ ફિલ્મથી સંજયની બોલીવૂડમાં એક નવી  ઇમેજ  બની. હા આ ફિલ્મનો ગુજરાતમાં બહુ વિરોધ થયો હતો. છતાં પણ સંજયએ હાર ના માની અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ  વારવાર જોવી  ગમે તેવી ફિલ્મ છે. પ્રેમની સાથે પરિવારની જવાબંદારી દર્શાવતી આ અનોખી રામ-લીલા છે. આ ફિલ્મ સનેડા અને રજાડીની પ્રેમ અને દુશ્મની કહાની છે. આ ફિલ્મથી દિપીકા અને રણબીર વચ્ચે પ્રેમ થયો અને લગ્નના બંધનએ પણ બંધાય ગયા.

બાજીરાવ મ્સ્તાની: આ ફિલ્મસત્ય ઘટના આધારીત હતી, છતાં પણ સંજય આ ફિલ્મને લોકો સામે એવી રીતે મૂકી કે આ ફિલ્મ તમને વારવાર જોવી ગમેશે. આ ફિલ્મમાં પણ પ્રિયંકા  અને રણવીરની સાથે દિપીકા પણ જોવા મળી હતી. રામલીલાની સફળતા બાદ આ બંનેની જોડી લોકોને ખૂબ પસંદ આવી. બાજીરાવ પણ એક શોર્ય કથાની સાથો સાથ પ્રેમની એક અનોખી કહાની છે. બાજીરાવ મસ્તાની ફિલ્મ એકવાર તો તમારે જોવી જોઈએ, આ ફિલ્મ જોવાથી એક પ્રેમની નવી દાસ્તાન જોવા મળશે.

પદ્માવત : આ ફિલ્મ રાજપૂતની શોર્યવતી મહિલા જેણે પોતાના પતિની પાછળ હજારો રાજપુતાની મહિલાઑ એક સાથે જોહર કરી લીધૂ હતું. આ ફિલ્મ પણ એકવાર જોવા જેવી ફિલ્મ છે. અલહુદીન ખીલજી રાણી પદ્મવતીની આ અનોખી કહાની છે, આ ફિલ્મમાં પણ રણબીર અને દિપીકા જોવા મળશે. આ ફિલ્મમાં સાથે શાહીદ કપૂર પણ જોવા મળ્યો છે. સંજય લીલા ભણશાલીએ બોલીવૂડને એકથી એક હિટ ફિલ્મો આપી છે ત્યારે હવે તેની અપકમિગ ફિલ્મ ઇન્શાઅલ્હા આવી રહી છે, ત્યારે જોવાનું રહ્યું કે આ ફિલ્મ હવે કેવી ધૂમ મચાવે છે. આ સિવાય હાલમાં તેની ફિલ્મ મલાલ આવી હતી, આ ફિલ્મ પણ લોકોનેપસંદ આવી છે. 

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!